VidRise makes YouTube stand out on social feeds!

About Video - Ahir ekta mahotsav .આહીર એકતા મહોત્સવ બોડિદર(દેવાયતગઢ). Ahir ekta mahotsavઆહીર એકતા મહોત્સવ.ગીર સોમનાથ જિલ્લાના બોડીગર ગામ માં લોક ડાયરો યોજાયો હતો. જેમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર પણ આ ડાયરામાં હાજર રહ્યાં હતા. આહીર એકતા મહોત્સવ દરમિયાન આ લોકડાયરો યોજાયો હતો.આ ડાયરાના મુખ્ય કલાકાર હતા કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર જેના પર આહિરોએ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.કીર્તિદાન ગઢવીએ સુર રેલાવાનું શરૂ કરતા જ તેના પર આહીર સમાજના યુવાનો દ્વારા નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ પોતાને રોકી શક્યા ન હતા. પૂનમબેન માડમે પણ કિર્તીદાન ગઢવી પર નોટોનો વરસાદ કરતા નજરે પડયા હતા. એટલું જ નહીં રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર પણ નોટો વરસાદ કરતાં કેમેરામાં કેદ થયા હતા.બોડીદર ખાતે યોજાયેલા લોકડાયરામાં ચાર લાખથી વધુની જનમેદની વચ્ચે કિર્તીદાન ગઢવીએ પોતાના સુર રેલાવ્યા હતા. જેમાં ખાસ કરીને કાનુડાના ગીત પર આહીર યુવાનોએ નોટોની રેલમ છેલમ કરી હતી. લાખો રૂપિયાનો વરસાદ માત્ર 4 કલાકમાં વરસાવ્યો હતો.કાર્યક્રમમાં પૂનમબેન માડમ અને અમરીશભાઈ ડેર પણ રાત ભર ઉપસ્થિત રહ્યા હતા. આશરે મધ્ય રાત્રે 2 કલાકે પૂનમબેન અને અમરીશભાઈ એકાએક સ્ટેજ પર કલાકાર પાસે પહોંચી ગયા હતા અને રૂપિયાનો વરસાદ કરતા નજરે પડ્યા હતાં.અમે આપણે જણાવી દઈએ કે એક હજાર વર્ષ પહેલા બાળ રા નવઘણને આહીર સમાજના દેવાયત બોદરે આશરો આપ્યો હતો અને પોતાના દીકરા ઉગાનું બલિદાન આપી રા નવઘણને ઉછેર્યો હતો. એ જ જગ્યા પર આહીર સમાજ દ્વારા દેવાયત બોદરનુ મંદિર બાંધવામાં આવ્યું છે અને અહીં છેલ્લા ત્રણ દીવસથી ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.ગીર સોમનાથ જિલ્લા ના ગીર ગઢડા તાલુકા ના બોડીદર ગામે આવેલા રા નવઘણના રખેવાળ એવા દેવાયત બોદરના મંદિર ખાતે ગુજરાતભરના આહીર સમાજ દ્વારા આહીર એકતા મહોત્સવનું આયોજન કરાયું હતું અને છેલ્લા દિવસે લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં લોકોએ ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી અને માયાભાઇ આહીર પર નોટોનો વરસાદ વરસાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધાર્મિક કાર્ય, સામાજીક કાર્ય, કે મનોરંજન માટે લોક ડાયરાનું આયોજન થતું હોય છે. તેમાં પણ સૌથી વધારે લોકડાયરા સૌરાષ્ટ્રમાં યોજવામાં આવતા હોય છે.લોક ડાયરા માટે પ્રખ્યાત કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ થવાનું હવે સામાન્ય બની ગયું છે. મોટાભાગના ડાયરામાં આવેલા આ પૈસા જે ધાર્મિક કે સામાજીક કાર્ય માટે ડાયરો યોજવામાં આવ્યો હોય છે, તેના કામ અર્થે વાપરવામાં આવતા હોય છે.જય શ્રી કૃષ્ણજય મુરલીધર ભાઈઓ